-->

હોસ્ટેલની સુવિધાઓ

શાળાના અભ્યાસક્રમો

કુમાર હોસ્ટેલ સુવિધા

  • આધુનિક સુવિધાસભર ધાબાવાળું મકાન.
  • દરેક રૂમમાં મર્યાદિત સંખ્યા.
  • દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત સેટી, ગાદલું, ઓશીંકુ અને ઓઢવા માટે ધાબળો.
  • દરેક વિદ્યાર્થીને થાળી, વાટકી, ગ્લાસ.
  • દરેક રૂમમાં એટેચ સંડાસ, બાથરૂમની સુવિધા.
  • દરેક વિધાર્થીને વ્યક્તિગત લોકર સુવિધા.
  • વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા.
  • સવારમાં પૌષ્ટીક નાસ્તો દુધ અથવા ચા સાથે.
  • સવારમાં જમવામાં રોટલી-શાક, દાળ-ભાત, છાસ.
  • સાંજે ૫ વાગ્યે નાસ્તોની વ્યવસ્થા (પ્રથમ સત્ર દરમિયાન).
  • સાંજે જમવામાં ભાખરી-શાક, ખીચડી-કઢી, છાસ/દૂધ.
  • શિયાળામાં ન્હાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા.
  • બાળકોનાં કપડાં ધોઈ આપવાની સુવિધા.
  • બાળકોના ડિશ-ગ્લાસ પણ હોસ્ટેલ દ્વારા ધોવાની સુવિધા.
  • ગણિત અને અંગ્રેજી વિષયનું ટ્યુશન.
  • દરેક બાળકની વ્યક્તિગત સાર સંભાળ.
  • ગૃહપતિ દ્વારા ૨૪ કલાક સતત દેખભાળ.
  • રમત-ગમત માટે વિશાળ મેદાન.
  • સત્ર દરમિયાન વાલી મિટીંગ દ્વારા વિચાર વિમર્શ.
કન્યા હોસ્ટેલ

કન્યા હોસ્ટેલ સુવિધા

  • દરેક રૂમમાં મર્યાદિત સંખ્યા.
  • દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત સેટી, ગાદલું, ઓશીંકુ અને ઓઢવા માટે ધાબળો.
  • દરેક વિદ્યાર્થીને થાળી, વાટકી, ગ્લાસ.
  • દરેક રૂમમાં એટેચ સંડાસ, બાથરૂમની સુવિધા.
  • વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા.
  • સવારમાં પૌષ્ટીક નાસ્તો દુધ અથવા ચા સાથે.
  • સવારમાં જમવામાં રોટલી-શાક, દાળ-ભાત, છાસ.
  • સાંજે ૫ વાગ્યે નાસ્તોની વ્યવસ્થા (પ્રથમ સત્ર દરમિયાન).
  • સાંજે જમવામાં ભાખરી-શાક, ખીચડી-કઢી, છાસ/દૂધ.
  • શિયાળામાં ન્હાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા.
  • બાળકોના ડિશ-ગ્લાસ પણ હોસ્ટેલ દ્વારા ધોવાની સુવિધા.
  • ગણિત અને અંગ્રેજી વિષયનું ટ્યુશન.
  • દરેક બાળકની વ્યક્તિગત સાર સંભાળ.
  • ગૃહમાતા દ્વારા ૨૪ કલાક સતત દેખભાળ.
  • રમત-ગમત માટે વિશાળ મેદાન.
  • સત્ર દરમિયાન વાલી મિટીંગ દ્વારા વિચાર વિમર્શ.

ફોર્મેટેડ ટેક્સ્ટ બોક્સ
છાત્રાલયમાંં રહેતા એક વિધાર્થીના શબ્દો........
            છાત્રાલય એટલે ''ઘર અને શાળાનો સમન્વય'' છાત્રાલય એ યુગો-યુગોથી ચાલી આવે છે સમય પરિવર્તનના આધારે તેમાંં ફેરફારો થતા રહ્યા છે. પહેલાંના સમયમા ઋષિમુનિઓ પાસે રાજા મહારાજાઓના પુત્રો છાત્રાલયમાં રહીને વિવિધ પ્રકારની વિદ્યા મેળવતા. જેમાંં ભગવાન શ્રી કૃષ્ણ, રામ, સુદામા તથા પાંડવોના દાખલા આજે પણ લોકોના મોઢે ચર્ચાઈ રહ્યા છે.
            સદીઓ પહેલાં છાત્રાલયમાં રહેતા અને ભણતા વિદ્યાર્થીઓ પોતાના તમામ કામ જાતે કરતા , ગુરુજનોની સેવા કરતા અને ગુરુ પાસેથી વિદ્યા મેળવતા. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ તેમાં ઘણા ફેરફારો થતા ગયા સમયની માંગને ધ્યાનમાં રાખી છાત્રાલયો ચલાવનાર પણ તેમા ઘણા સુધારા-વધારા કરવા લાગ્યા.
            આજના સમયમાં છાત્રાલયમાં રહેતા બાળકો શિક્ષણ-સંસ્થાથી દૂર દૂર ના વિસ્તારના હોય છે. આધુનિક વ્યવસ્થા અને ભૌતિક સુખ સુવિધાને પ્રથમ પસંદગી કરે છે. વાલીગણ પણ પોતાના વ્હાલસોયાને કોઈ તકલીફ ન પડે , ઘર જેવુ જમવાનું ,રહેવાનું , હરવા ફરવાનું મળે તેના પર પૂરતુ ધ્યાન આપે છે અને સંચાલકો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને છાત્રાલયનુ નિર્માણ કરે છે.
            ખરા અર્થમાંં છાત્રાલય જીવન એ શિસ્ત , સંસ્કાર, ભાઈચારા ની ભાવના, સમૂહભાવના-લાગણી , પ્રેમ , હૂંફ ,સહભાગીદારી, સમાનતા જેવા ગુણોનુ સિંચન કરે છે. આ ગુણો બાળકને શિક્ષણ પ્રેત્યે રુચિ જગાડે છે બાળકનુ જીવન શિક્ષણમય બનાવે છે.
                       -છાત્રાલયનો એક વિદ્યાર્થી
Image Description Image Description Image Description