-->

એડમિશન પ્રક્રિયા

ફકરો ઉદાહરણ


           દેવ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ થરાદ સંચાલિત દેવ વિદ્યામંદિર એ બાલમંદિર, પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગો ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ વાવ - થરાદ જીલ્લાના લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરવતુ સંકુલ છે.

શાળાના અભ્યાસક્રમો

શાળામાં ચાલતા અભ્યાસક્રમો

  • બાલમંદિર : સોપાન 1 અને 2
  • બાલવાટિકા
  • પ્રાથમિક : ધોરણ 1 થી 8
  • માધ્યમિક : ધોરણ 9 અને 10
  • ઉચ્ચ માધ્યમિક : ધોરણ 11 અને 12 ( આર્ટસ )
ફોટો, લખાણ અને બટન બોક્સ
પ્રોફાઇલ ફોટો
શાળા-હોસ્ટેલ ફી
વિગત જુઓ
ફકરો ઉદાહરણ

              દેવ વિદ્યામંદિર શિક્ષણસંકુલ ખાતે કાર્યરત વિભાગોમાં જૂન ૨૦૨૫ થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ આ માહિતીના અંતે એડમિશન ફોર્મ પર ક્લિક કર્યા પછી ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, આખરી પ્રવેશ કાર્યવાહી વખતે સંસ્થા દ્વારા આપનો સંપર્ક કરી વિધિસર પ્રવેશ માટે આપને જાણ કરવામાં આવશે .

શાળાના અભ્યાસક્રમો

ફોર્મ ભરવા માટેની સૂચનાઓ

  • ફોર્મ પૂરું ભરવું.
  • ફોર્મમાં માંગેલી વિગતો સાચી ભરવી.
  • ફોર્મ પૂરું ભરાયા બાદ submit કરવું.
  • જરૂરી ડોકયુમેન્ટસ શાળામાં જમા કરાવવા.
  • પ્રવેશ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો 9016544481 નંબર પર ફોન કરવો.
  • પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
  • અત્યારે જ આપનું ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ apply online પર ક્લિક કરો.
  • ફોર્મ ખૂલતાં થોડો સમય લાગશે. કૃપા કરીને રાહ જોવી.
ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો. ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ

શાળામાં જમા કરાવવાના ડોક્યુમેન્ટ્સ

  • શાળા છોડ્યાનો દાખલો
  • પરિણામની ઝેરોક્ષ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • બેંક પાસબુકની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • પિતાના આધારકાર્ડની ઝેરોક્ષ
  • માતાના આધારકાર્ડની ઝેરોક્ષ
  • વાલીનો આવકનો દાખલો
  • જાતીનો દાખલો
ખાસ નોંધ

ખાસ નોંધ:

★ આ માત્ર રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે ફાયનલ એડમિશન મેળવવા માટે ઉપર લખેલ ડોક્યુમેન્ટ શાળામાં રૂબરૂ જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે 9016544481 પર કોલ કે મેસેજ કરવો.