વાવ થરાદ જીલ્લાનું એક આધ્યાત્મિક અને સુંદર મજાનું તીર્થ સ્થળ એટલે નકળંગ ધામ. થરાદ શહેરથી લગભગ 15કિમી દૂર આવેલ આ સ્થળ ખુબ જ સુંદર અને શાંત છે. આ સ્થળે ભવ્ય અને આધુનિક નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે. મંદિરની બાજુમાં વૃંદાવન ગાર્ડન આવેલ છે. અહીંયા સરસ મજાનો આ બગીચો બાળકો માટે સ્વર્ગ સમાન છે. આ સ્થળે મુલાકાત લેવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આપણી શાળાના નાના ભુલકાઓ પણ આ સ્થળની મુલાકાત માટે તૈયાર જ હતા. અને સત્રના અંતિમ દિવસોમાં આપણી શાળાની બસ લઈને આ ભુલાઓને પણ આ મંદિરની મુલાકાત કરાવી દીધી. બાળકોને મજા જ મજા પડી ગઈ. બગીચામાં ખેલ કૂદ કરીને ખૂબ જ આનંદ મેળવ્યો. શાળાના પ્રાથમિક વિભાગના બાળકો તેમજ સ્ટાફ મિત્રો સાથે આ સ્થળની મુલાકાત યાદગાર રહી.
નકળંગ ધામ લુણાલની મુલાકાત 2025
શનિવાર, ઑક્ટોબર 11, 2025








