-->

નવોદય પ્રવેશ પરીક્ષા

નવોદય પરીક્ષા

           નવોદય વિદ્યાલયની સાંકળની વ્યવસ્થા નવોદય વિદ્યાલય સમિતી દ્વારા સાચવવામાં આવે છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયની દેખરેખમાં કામ કરતી આ સ્વયં-સંચાલિત સંસ્થા છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના યુનિયન મીનિસ્ટર આ સમિતીના ચેરપર્સન પદે બિરાજે છે. રાજ્યકક્ષાના યુનિયન મંત્રી તેના વાઇસ-ચેરપર્સન પદે બિરાજે છે. સમિતીનું સહ-સંચાલન વિત્ત સમિતી અને શૈક્ષણિક-સલાહ સમિતી દ્વારા કરવામાં આવે છે. સમિતીના ૮ સંભાગ છે અને તેમના સુગમ-સંચાલન માટે દરેક સંભાગના સંભાગીય કાર્યાલય છે. આ કાર્યાલય અલગ-અલગ રાજ્યોમાં છે. દરેક વિદ્યાલયના નીરીક્ષણ માટે એક વિદ્યાલય સલાહ સમિતી અને એક વિદ્યાલય વ્યવસ્થા સમિતી હોય છે. જિલ્લા મેજીસ્ટ્રેટ (સંબધિત જિલ્લા પ્રમાણે) વિદ્યાલય સમિતીના ચેરમેન હોય છે. સ્થાનિક વિદ્વાનો અને સાર્વજનિક કાર્યકર્તાઓ આ વિદ્યાલય સમિતીના સભ્યો હોય છે.નવોદય વિદ્યાલય સમિતીનું વડુ-કાર્યાલય નવી દિલ્હીમાં છે. જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી સહ-શૈક્ષણિક, રહેણાંક શાળાઓની સિસ્ટમ છે. આ શાળાઓ મુખ્યત્વે ગ્રામીણ પ્રતિભાશાળી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે.


પ્રવેશ પરીક્ષા માહિતી

           નવોદય શાળાઓમાં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST) લેવામાં આવે છે. આ શાળાઓમાં તેજ્સ્વી વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે જે CBSE દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને તેમને ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવે છે. ૧૯૯૮ સુધી આ પરિક્ષાઓ NCERT દ્વારા લેવામાં આવતી હતી. આ પરિક્ષા મુખ્યત્વે વૈકલ્પિક અને મોટેભાગે બીન-શાબ્દિક હોય છે. આ પરિક્ષાપત્રો ગ્રામિણ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે. હવે ૯ અને ૧૧ ધોરણમાં પણ પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ પણ વૈકલ્પિક અને મુદ્દાસર પરિક્ષા (અંગ્રેજી,ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યા વિષય પર)દ્વારા આપવામાં આવે છે. આ વચગાળાનો પ્રવેશ જૂના વિદ્યાર્થીઓના શાળા છોડી જવાથી પડેલા ખાલી સ્થાન ભરવા માટે આપવા આવે છે.


પાત્રતા

  • વિદ્યાર્થી સરકાર માન્ય કોઇપણ શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • ગ્રામિણ અનામતનો લાભ લેવા માટે ધોરણ 3,4 અને 5નો અભ્યાસ સરકાર માન્ય ગ્રામ્ય વિસ્તારની શાળામાંથી કર્યો હોવો જોઇએ.
  • વિદ્યાર્થીની ઉંમર 9 થી 13 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • આ પરીક્ષામાં પ્રથમવાર ભાગ લેતો હોવો જોઇએ.

વર્ષ 2024 - 25 માટેની માહિતી

  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/09/2024
  • પરીક્ષાની તારીખ : 18/01/2025
  • પરિણામની તારીખ : 25/03/2025

અભ્યાસક્રમ

પરીક્ષામાં માનસિક યોગ્યતા, અંકગણિત અને ભાષા પરીક્ષણના પ્રશ્નો પૂછવામાં આવે છે.


પ્રશ્નપત્રનું માળખું

વિભાગ પ્રશ્નોની સંખ્યા ગુણ
માનસિક યોગ્યતા 40 50
અંકગણિત 20 25
ભાષા પરીક્ષણ 20 25

પરિણામ અને પસંદગી પ્રક્રિયા

પરીક્ષાના પરિણામો વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે. પસંદગી મેરીટના આધારે થાય છે.


મળવાપાત્ર લાભ

  • મફત રહેણાંક શિક્ષણ.
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ.
  • શ્રેષ્ઠ સુવિધાઓ.
  • રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા સાથે સ્પર્ધા કરવાની તક.

ધોરણ ૬ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જોવા નીચે ક્લિક કરો.

પરિણામ જુઓ

ધોરણ ૯ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જોવા નીચે ક્લિક કરો.

પરિણામ જુઓ

વધુ માહિતી માટે આપ નીચે આપેલ લિંક પરથી ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.


સત્તાવાર વેબસાઇટ