દર વર્ષે ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસ થરાદ દ્વારા આપણી શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વન વિભાગ દ્વારા ભાગ લેનાર દરેક બાળકને બોલપેન આપી હતી જ્યારે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર ત્રણ વિધાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર વતી આચાર્ય સાહેબ જયેશભાઈ પંડ્યાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસ થરાદ નો આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.






