શિક્ષણ માટે વિધાર્થી, વાલી અને શિક્ષણ વચ્ચે સેતુ રચાય છે જેના કારણે શિક્ષણની પ્રક્રિયા સરળ અને ઉત્તમ બને છે. શાળામાં વાલીઓની ભૂમિકા પણ અસરકારક હોય છે. વર્ષ દરમિયાન આપણી શાળામાં દર સત્રે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે. જેથી વાલીઓના અભિપ્રાય મેળવી શકાય અને જો કોઈ વાલીનો પ્રશ્ન કે સૂચન હોય તો તેમને ખાસ ધ્યાને લઈને કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રથમ સત્રના અંતે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વાલી મિત્રો હાજર રહ્યા હતા તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.












