તા.02/10/2017 થી 08/10/2017 દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ દિન 2017-2018 નિમિતે આજરોજ દેવ વિધામંદિર, થરાદ ખાતે લેખિત કસોટી, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી કાઢી બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે સમજ કેળવી. તેમજ પ્રાણીઓના સંરક્ષણ તથા ઉત્સર્જન વિશે સમજાવ્યુ. જેમાં આજરોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નામે શ્રીમાન એસ.આર.સિંધી સાહેબ, એલ.ડી.સત્યા તથા વનપાલ એ.એમ.સિંધી તથા વનરક્ષક સ્ટાફ મિત્રો તેમજ શાળાના સંચાલકશ્રી દેવાભાઇ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત કરવા ઈનામ પણ આપવામાં આવ્યા હતા.