રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે.
વર્ષ ૨૦૨૫-૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવનાર છે. આ માટે કોઇ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહિ.
વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૨/૦૩/૨૦૨૫ના શનિવારના રોજ રાજયના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા) સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સમાં (25% બેઠકો) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજવાનું આયોજન કરવામાં આવેલ છે.
પાત્રતા
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET)આપી શકશે. જેની મેરીટ યાદીમાં સમાવેશ થયેથી તેઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં તથા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25% બેઠકોની મર્યાદામાં) ધોરણ-૬ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
વર્ષ 2024 - 25 માટેની માહિતી
- ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 07/02/2025 થી 19/02/2025
- પરીક્ષાની તારીખ : 22/03/2025
- પરિણામની તારીખ : 07/04/2025
અભ્યાસક્રમ
પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 ના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયો પર આધારિત રહેશે.
પ્રશ્નપત્રનું માળખું
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-૫ના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે.
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ |
---|---|---|---|
૧ | તાર્કિક ક્ષમતા કસોટી | 30 | 30 |
૨ | ગણિત સજ્જતા | 30 | 30 |
૩ | પર્યાવરણ | ૨૦ | ૨૦ |
૪ | ગુજરાતી | ૨૦ | ૨૦ |
૫ | અંગ્રેજી-હિન્દી | ૨૦ | ૨૦ |
ફુલ | ૧૨૦ | ૧૨૦ |
પરીક્ષા કેન્દ્ર
પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ
- આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
- ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.
શાળા પસંદગી
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબનું રહેશે.
મળવાપાત્ર લાભ
આ પરીક્ષા પાસ કરીને મેરીટમાં સમાવેશ પામનાર વિદ્યાર્થીને નીચે મુજબની યોજનાનો લાભ મળવાપાત્ર છે.
યોજનાનું નામ | વિગત |
---|---|
જ્ઞાનશક્તિ સ્કૂલ્સ | માહિતી મેળવો |
જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલ્સ | માહિતી મેળવો |
રક્ષાશક્તિ સ્કૂલ્સ | માહિતી મેળવો |
EMRS (એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ) | માહિતી મેળવો |
જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના | માહિતી મેળવો |
અગત્યની સુચનાઓ
- આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
- મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
- પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
- ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
- આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
- આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં, બી.આર.સી.ભવન અને સી.આર.સી.ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કુલ્સ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે. રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫% વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
- હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ.દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે.
- મેરીટ યાદી ધોરણ-૬ના પ્રવેશ માટેની બેઠકોની સંખ્યા તેમજ સ્કોલરશીપ પરીક્ષાના લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને રાખી સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવશે.
- મેરીટમાં આવેલ વિદ્યાર્થીને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવા તથા આનુષાંગિક બાબત અંગેની સમગ્ર પ્રક્રિયા નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે.
માહિતી | જુઓ |
---|---|
CET 2025 પેપર | ડાઉનલોડ કરો. |
CET 2025 જવાબવહી | ડાઉનલોડ કરો |
મેરીટ પછીની કામગીરી | મળવાપાત્ર યોજના અને લાભ વિશે જાણો. |
રજીસ્ટ્રેશન ફોર્મ | રજીસ્ટ્રેશન કરો |
લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ | માહિતી મેળવો |
જરૂરી સૂચનાઓ અને કામગીરી રુપરેખા | જુઓ |
જ્ઞાનશક્તિ શાળાઓની યાદી | જુઓ |
જ્ઞાનસેતુ શાળાઓની યાદી | જુઓ |
સરકારી શાળાઓની મેરીટ યાદી | જુઓ |
પ્રાઈવેટ શાળાઓની મેરીટ યાદી | જુઓ |
CET નું પરિણામ જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.( શાળાના લોગ ઇન દ્વારા જ જોઈ શકાશે. )
પરિણામ જુઓવધુ માહિતી માટે સતાવાર વેબસાઈટની મુલાકાત લો.
સતાવાર વેબસાઈટ