-->

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા - PSE

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE)

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) એ ગુજરાત રાજ્યના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ પરીક્ષા છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.


પાત્રતા

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા ખાનગી (પ્રાઈવેટ ) પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
  • ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
  • કોઈ આવક મર્યાદા નથી.

વર્ષ 2024 - 25 માટેની માહિતી

  • ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 28/03/2025 થી 09/04/2025
  • પરીક્ષાની તારીખ : 26/04/2025
  • પરિણામની તારીખ :

અભ્યાસક્રમ

  • પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ ૬ નો માર્ચ ૨૦૨૫ સુધીનો રહેશે.
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
  • સમય બે કલાકનો રહેશે.


પ્રશ્નપત્રનું માળખું

વિભાગ વિષય પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
ભાષા અને સામાન્ય જ્ઞાન ગુજરાતી, સામાન્ય જ્ઞાન 60 60
ગણિત અને વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન 60 60

મળવાપાત્ર લાભ

  • મેરીટમાં આવનાર ૧૦૦૦ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ શિષ્યવૃત્તિ
  • તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન

અગત્યની સૂચનાઓ

  • ગ્રાન્ટેડ અને ખાનગી ( પ્રાઈવેટ ) શાળાના વિદ્યાર્થીઓએ 100/- રૂપિયા પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  • હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પધ્ધતિ બંધ કરેલ છે. ફકત જે ઉમેદવાર મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે.
  • અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
  • જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ૨૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
  • નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

ફોર્મ ભરવા અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે આપ નીચે આપેલ લિંક પરથી ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

વધુ માહિતી મેળવો