-->

પ્રખરતા શોધ કસોટી - TST

પ્રખરતા શોધ કસોટી (TST)

પ્રખરતા શોધ કસોટી (TST) એ ગુજરાત રાજ્યના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ પરીક્ષા છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.


પાત્રતા

  • ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ
  • સરકાર માન્ય કોઈપણ શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા હોવા જોઈએ

વર્ષ 2024 - 25 માટેની માહિતી

  • ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 26/11/2024 થી 01/12/2024
  • પરીક્ષાની તારીખ : 30/01/2025
  • પરિણામની તારીખ : 25/03/2025

અભ્યાસક્રમ

પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 9 ના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયો પર આધારિત રહેશે.


પ્રશ્નપત્રનું માળખું

પ્રશ્નપત્ર વિષય પ્રશ્નોની સંખ્યા ગુણ સમય
પ્રશ્નપત્ર-1 ગુજરાતી 30 30 120 મિનિટ
અંગ્રેજી 30 30
સામાજિક વિજ્ઞાન 30 30
સામાન્ય જ્ઞાન 10 10
કુલ 100 100
પ્રશ્નપત્ર-2 ગણિત 40 40 120 મિનિટ
વિજ્ઞાન 40 40
માનસિક ક્ષમતા 20 20
કુલ 100 100

મળવાપાત્ર લાભ

  • સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ શિષ્યવૃત્તિ
  • તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન

મેરીટ લીસ્ટ જોવા નીચે આપેલ બટન પર ક્લિક કરો.

મેરીટ લીસ્ટ જુઓ

વધુ માહિતી માટે આપ નીચે આપેલ લિંક પરથી ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

સત્તાવાર વેબસાઇટ