અમારી શાળાના બાળકોએ થરાદ શહેરમાં આવેલી વિવિધ કચેરીઓમાં નગરપાલિકા, પોલીસ સ્ટેશન, ગ્રંથાલય, અદાલત,રેફરલ હોસ્પિટલ, દૂધ શીતકેન્દ્રની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યોથી વાકેફ થયા હતા. પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ચાવડા સાહેબે બાળકોને ચોકલેટ આપી હતી અને પોલીસને મિત્ર ગણી તેમને સાથ આપવા જણાવ્યું હતું.