-->

વર્ષાની વધામણી - દેવ વિધામંદિર થરાદ

                        વર્ષા ઋતુ નું આગમન થતાં જ નાના થી લઈ મોટા માં અનેરો આનંદ છવાઈ જાય છે. એમાંય બાળકો માટે તો વર્ષા ઋતુ મજા ની ઋતુ બની રહે છે.. વરસાદ ચાલુ થવાની શરૂઆત થાય કે બાળક ના મન માં ઝરમર ઝરમર વરસાદ માં પલળવાની ઇચ્છા ને રોકી શકાતી નથી. જ્યાં સુધી એ પ્રકૃતિ ના ઝરમરતા વરસાદ માં ભીંજાય નહી.. અને વરસાદ ની મજા ના માણે ત્યાં સુધી તેને શાન્તિ નથી થતી. બાળપણ વારંવાર આવતું નથી. બાળક ની ઈચ્છા ઓને ક્યારેય દબાવવી ના જોઇએ પણ તેની એક એક ક્ષણ ને રંગીનમય બનાવવી જોઈએ.
                            આજે કુદરત ને પણ બાળકો સાથે રમવા ની ઈચ્છા થઈ ગઈ હોય તેમ બાળકો અને વરસાદ એક બીજા માં તલ્લીન થઈ ગયા હતાં. દેવ વિધામંદિર ના બાળકો પણ પ્રકૃતિ માં લીન થઈ વર્ષા ઋતુ ને વધાવી લીધી હતી.
                                                                                                     શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ એ બાળકો ની યાદગાર ક્ષણો ને કેમેરામાં કેદ કરી લીધી હતી.