શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત ના અધ્યક્ષ સ્થાને આજે કાયૅકમ ની શરૂઆત માં તેમને બાળકો ઉત્સાહ પુવૅક ભાગ લે છે તેમને પ્રોત્સાહન આપ્યું હતું. કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન હિન્દી ના શિક્ષક શ્રી ધરમાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા ના તમામ સ્ટાફ મિત્રો જયેશભાઈ પંડયા, રમેશભાઈ ચૌધરી, લખીરામભાઈ ચૌધરી, હષૅદભાઈ પટેલ, દિનેશભાઈ પ્રજાપતિ, સાદીકભાઈ કુરેશી, રિધ્ધીબેન, બબીબેન, બિનાબેન, કરિશ્મા બેન હાજરી આપી હતી.
"" "" ખુલ્લા મંચ" " "" કાયૅકમ માં આજે દેશ ભકત નેતાઓ, દેશ માટે મહત્વનુ યોગદાન આપનાર મહાપુરુષો ના જીવન ચરિત્ર વિશે બાળકો એ વક્તવ્ય આપ્યું હતું. "" ખુલ્લો મંચ "" કાયૅકમ નો હેતુ માત્ર બાળકો માં પડેલી સુસુપ્ત શકિત નો વિકાસ થાય અને તેમના માં રહેલો ડર દૂર થાય તે માટે આયોજન કરવામાં આવે છે.
અંતે શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ શાળાના સંચાલક સાહેબ નો, આચાર્ય સાહેબ નો, શાળા સ્ટાફ નો, બાળકો નો આભાર માન્યો હતો અને ફરીથી આવતા શુક્રવારે નવા ટોપિક સાથે મળવાનું કહી રાષ્ટ્રીય ગીત બોલી ને છુટા પડ્યા...





















