-->

"" ભારત કો જાનો "" પરીક્ષા દેવ વિધામંદિર થરાદ.

                                     ભારત દેશ સંસ્કૃતિ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેની સાથે આજે પણ આપની સંસ્કૃતિ ને લોકો એ સાચવી રાખી છે. દેશ વિદેશ માં ભારતીય સંસ્કૃતિ ના વખાણ થતાં સાંભળવા મળે છે. આપણ ને જે અમૂલ્ય વારસો મળ્યો છે તે આપણે ટકાવી રાખ્યો છે. પણ આવનારી પેઢી આ વારસા થી માહિતગાર હોવી એટલી જ જરૂરી છે.
                                 ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો આવા અમૂલ્ય સંસ્કૃતિ ની ભેટ થી વાકેફ રહે તે માટે નો પ્રયત્ન કરી રહયા છે.
                                   દેવ વિધામંદિર થરાદ દ્વારા પ્રથમ દિવસ થી જ બાળકો ભારત ને જાણે તે માટે પ્રાર્થનાસભા માં બાળકો ને સામાન્ય જ્ઞાન પીરસાતું હતું.
                                   આજ રોજ "" ભારત કો જાણો "" "અંતર્ગત પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 06 થી 08 ના 65 બાળકો એ ભાગ લીધો હતો. દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
                                                                                                                  ભારત વિકાસ પરિષદ માંથી આવેલા સાહેબશ્રી ઓ શાળાનું વાતાવરણ, વિધાર્થીઓ, સ્ટાફ મિત્રો થી ખૂબ જ ખુશ થયા હતા..