-->

નવરાત્રિ ઉજવણી... દેવ વિધામંદિર 2017/18

                         ભારત વર્ષ મા અનેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ તહેવારો થી વણાયેલી છે. જયારે પણ તહેવાર આવે છે તો લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. તે પછી નાનો તહેવાર હોય કે મોટો તહેવાર હોય. હાલ માં આપણો સૌથી મોટો તહેવાર એટલે કે "" નવરાત્રી મહોત્સવ "" ચાલી રહ્યો છે. માૅં જગજનની મહિસાસુર સાથે યુદ્ધ ક્યુૅં અને વિજય મેળવ્યો. યુવાનો મન મુકીને મોડા સુધી ગરબા રમતા હોય છે.
                                                                                                           દેવ વિધામંદિર થરાદ દ્વારા પણ આજે શાળા સંકુલ માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુકાયો હતો. શાળા ના તમામ સ્ટાફ મિત્રો, શાળા ના તમામ બાળકો એ ભાગ લીધો હતો. ટ્રેડીશનલ ડ્રેસ માં આવેલ બાળકો એ અનેરૂ આકર્ષક જમાવ્યું હતું.. મન મુકીને તમામ બાળકો આજે નાચ્યા હતા.. નાના બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
                                                                                                             છેલ્લે શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા સારૂ રમનાર બાળકો ને 01 થી 03 નંબર આપ્યા હતા અને બધાનો આભાર માની કાયૅકમ પૂણૅ જાહેર કર્યો હતો.... જય માતાજી.