-->

પ્રથમ સત્રાંત પરીક્ષા પરિણામ : ૨૦૧૭

RAMESH CHAUDHARI
નમસ્કાર વાલીમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રો, 
              તમામને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપનું નવું વર્ષ ખુબજ સુખદાઈ, ફળદાઈ, આરોગ્યવર્ધક અને ધનસંપદા નીવડે તેવી શાળા પરિવાર તરફથી પરમ કૃપાળુ પરમાત્માને  પ્રાર્થના.... 
               દિવાળી જેવા તહેવારોની ઉજવણી આપણા દેશમાં ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે.આપણે પણ આવા તહેવારોનો ભરપૂર આનંદ લેવો જોઈએ. તમામ વાલીમિત્રોને વિનંતી છે કે આપના બાળક સાથે  આવા તહેવારો કરો અને તેને આ તહેવારનું મહત્વ જરૂરથી જણાવજો. તમામ વિધાર્થી મિત્રોને વિનંતી છે કે આ દિવાળીએ ચાઇનીઝ ફટાકડાનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવજો. દિવાળીને ખરીદી એવી જગ્યાએથી કરજો કે જેમના ઘરે દિવાળીની ઉજવણી તમારી ખરીદીને કારણે થાય. આપ વેકેશનની મજા માણવાની સાથે સાથે આપના શિક્ષણ કાર્યને ના ભૂલતા. 
              આજે વિધાર્થીઓની આતુરતાનો અંત આવીને જ રહ્યો. આજે શાળામાં લેવાયેલ પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આજે ધોરણ ૧ થી ૧૦માં પ્રથમ પાંચ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. શાળાના તમામ વિધાર્થીઓને પ્રગતિ પત્રકની સાથે સાથે શુભેચ્છા પત્ર અને મીઠાઇ પણ આપવામાં આવી. 
                શાળાના સંચાલકશ્રી દેવાભાઈ પટેલની હાજરીમાં સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો તેમણે બાળકોને ચાઇનીઝ ફટાકડા ના ફોડવા સમજાવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ભરતભાઇએ ફટાકડા ફોડતી વખતે કઈ કઈ સાચવેતી રાખવી તે વિશે માહિતી આપી.

               શાળા દ્વારા નવી પહેલ કરવામાં આવી છે કે બાકીના વાલીઓ અને વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકે તે હેતુથી આ વખતનું ધોરણ ૧૦નું સંપૂર્ણ પરિણામ અને ધોરણ ૦૧ થી ૧૦ ના પ્રથમ પાંચ નંબર મેળવેલ વિધાર્થીનું પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.


 શાળાનું વેકેશન તા : ૧૬/૧૦/૨૦૧૭ થી તા : ૦૫/૧૧/૨૦૧૭ સુધી રહેશે. તા : ૦૬/૧૧/૨૦૧૭ થી શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ થશે.