ભારત દેશ વિવિધતા મા એકતા અને સંસ્કૃતિ નો દેશ છે. આપના દેશ ના લોકો હમેશાં ખુશ રહેવા વાળા અને ઉત્સવ પ્રિય છે. કોઈ પણ તહેવાર હોય હમેશા ખુબ જ સારી રીતે ઉજવણી કરતા હોય છે. તે ભલે જન્માષ્ટમી મહોત્સવ હોય કે ગણેશ ઉત્સવ, હોળી ધૂળેટી હોય કે રામ નવમી બધા એક થઈ ને ઉજવણી કરતા હોય છે.. આમાં જ સાચો આનંદ રહેલો છે. તહેવારો નો રાજા એટલે દિવાળી.. આ તહેવાર આવતા જ લોકો માં વિશેષ ખુશી જોવા મળે છે.. આવો આપણે પણ આ તહેવારો ને દિલ થી વધાવીએ.. આ વષૅ ની અંતિમ પળો માં આપણ ને આ વર્ષે જે પણ સારા નરસા અનુભવો થયા છે તેને ભુલી જઈ નવા વર્ષની ઉજવણી કરીએ.. નવુ વર્ષ આપને આપના પરિવારને ખુબ જ ફળદાયી... યશદાયી.. સફળ નીવડે તેવી દેવ વિધામંદિર થરાદ શાળા પરીવાર તરફથી, શાળા સંચાલક સાહેબ તરફ થી, સ્ટાફ મિત્રો તરફ થી નવા વર્ષની દિલ થી શુભેચ્છા પાઠવીએ છીએ...
"" " અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,
અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો..........................
એક સલામ મારા ભારત દેશ ના જવાનો માટે કે જેઓ આજે આટલા મોટા તહેવાર માં પણ પોતાના પરિવાર થી દુર આપણા રક્ષણ માટે સરહદ પર બેઠા છે. જય હિન્દ.. જય ભારત
"" " અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,
અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો..........................