-->

એક દિવસીય પયૅટન - 2017 દેવ વિધામંદિર

                            પ્રવાસ નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું  મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની મજા નું આયોજન બનાવી નાખે છે..                                                                                                                વિધાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.

                            છેલ્લા ધણા સમય થી બાળકો ના મુખેથી એક જ શબ્દ નીકળતો પ્રવાસ કયારે લઈ જશો... બાળકો ની ઉત્સુકતા... લાગણી.... ખુશી.... ને માન આપી એક દિવસ ના પયૅટન નું આયોજન કરવામાં આવ્યું હતું.... જેમા નાના બાળકો ની ખુશી સમાતી નહોતી.. એટલા આનંદે આજનો દિવસ પસાર કરવામાં આવ્યો... નાના બાળકો હોવા છતાં થાક... કંટાળો ક્યાંય જોવા મળતો નહતો...
                                                                                              ........ પ્રવાસ ના સ્થળો...
                 1..ઉમિયા માતાજી મંદિર.. ઉંઝા
                 2..તિરૂપતિ નેચરલ પાકૅ..
                 3..રાણકીવાવ પાટણ