-->

""શૈક્ષણિક પ્રવાસ"". અહેવાલ... ફોટોગ્રાફી ~2017

            '' ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા.

                 જંગલની કુંજ કુંજ જોવી હતી. ''   

                 પ્રવાસ નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું  મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની મજા નું આયોજન બનાવી નાખે છે..                                                                                                                વિધાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.                                                    

            દેવ વિધામંદિર થરાદ દ્વારા  દક્ષિણ ગુજરાતના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 89 વિધાર્થીઓ સાથે 05 શિક્ષકો ની સાથે શાળાના સંચાલકશ્રી દેવાભાઇ પટેલ પણ જોડાયા હતા.. પ્રવાસ માં બાળકો આનંદિત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. અવનવી પૌરાણિક વસ્તુઓ જોઈ ખુશ થયા હતા..                                                                                તારીખ 30 \11|2017 ના રાત્રે 10:15  મિનિટે પ્રસ્થાન કયુૅ હતું. અને 04/12/2017 ની રાત્રે પ્રવાસ પૂર્ણ કરી 12:00 ક.રાત્રે પરત ફયાૅ હતા. કોઈ પણ તકલીફ વગર ખૂબ જ આનંદિત થઈ બાળકો એ પ્રવાસ ની મજા માણી હતી.                                                                               ............. પ્રવાસ ના સ્થળો.......................

પ્રથમ દિવસ : ૧ ડિસેમ્બર,૨૦૧૭
  • કમાટી બાગ,  વડોદરા
  • પ્રાણી સંગ્રહાલય
  • બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી
  • સયાજી બાગ
  • જોય ટ્રેનની સફર......
  • ગુજરાત ફન વર્ડ , આજવા
  • રાઈડની મજા......


















બીજો  દિવસ : ૨ ડિસેમ્બર,૨૦૧૭
  • નીલકંઠ ધામ, પોઈચા
  • કુબેરભંડારી મંદિર
  • નર્મદા નદીમાં બોટિંગની મજા....
  • સરદાર સરોવરનો નજારો....
  • નર્મદા અંડર ગ્રાઉન્ડ જલવિધુત મથક

















ત્રીજો  દિવસ : ૩ ડિસેમ્બર,૨૦૧૭
  • હાકાળી ધામ, પાવાગઢ
  • પર્વતીય કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો......
  • ગરમ પાણીના કુંડ, ટુવા
  • મેશ્વો નદીની મજા......
  • ગલતેશ્વર મહાદેવ , સોલંકી વંશનું શિવાલય...
  • ડાકોર બજારની ખરીદી....










ચોથો  દિવસ : ૪ ડિસેમ્બર,૨૦૧૭
  • રણછોડરાય ધામ, ડાકોર
  • ગોમતી તળાવ
  • ભાથીજી ધામ, ફાગવેલ
  • દશામાં ધામ, મિનાવાડા
  • વિજ્ઞાનનો ખજાનો સાયન્સ સિટી, અમદાવાદ







           વધુ ફોટો ટૂંક સમયમાં ફોટો ગેલેરી ૨૦૧૭ માં મૂકવામાં આવશે....