-->

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - 2018 દેવ વિધામંદિર

                    "" પહેલું સુખ નિરોગી કાયા""                                                                                                              પહેલું સુખ નિરોગી કાયા કહેવત ના આધારે માણસનું શરીર નિરોગી હશે તો તે દરેક કામ ઉત્સાહ થી કરતો જોવા મળે છે. પણ જો નાની બિમારી હશે તો હતાશ થઇ જાય છે. પણ જો આવી નાની બિમારીઓ ને તાત્કાલિક સારવાર મળે તો મોટી બિમારી થતી અટકી જાય છે.                                         નાના બાળકો પણ કંઈક ઉણપ ના કારણે નાનપણથી જ આવી બિમારી નો ભોગ બનતા હોય છે. બાળક નાનપણ માં આવી બિમારી ઓને નકારી કાઢે છે. અને સમય જતાં મોટી બિમારી નો સામનો કરવો પડે છે.                                                                                                                                        ગુજરાત સરકાર દ્વારા શાળા કક્ષાએ આવા બાળકો ની બિમારી ની જાણ થાય અને તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. આજ રોજ તા. 19/01/2018 ના રોજ દેવ વિદ્યા મંદિર થરાદ ખાતે ડો. શ્રી ત્રિવેદી સાહેબ તથા તેમના સ્ટાફ સાથે બાળકો ની તપાસ કરવામાં આવી હતી. અને જરૂરીયાત બાળકો ને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લે શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.