ભારત દેશ ને આઝાદી અપાવામાં અનેક મહાનુભાવો નું યોગદાન રહેલું છે. જેમાં અનેક નવ યુવાનો એ હસતા હસતા માતૃભૂમિ ને પોતાના પ્રાણ સોપી દીધા હતા. આવા મહાન વ્યક્તિ ઓને કારણે જ આપણે શાંતિ થી રહી શકીએ છીએ. તો આવા વ્યક્તિઓ ને યાદ કરી શ્રધ્ધાંજલી આપવી આપવી આપણી નૈતિક જવાબદારી છે અને આવનારી પેઢી આવા મહાન વ્યક્તિઓને યાદ કરે અને એમની શહીદી એળે ન જાય તે આપણી બધાની ફરજ છે. આજ રોજ આવા જ મૉ ભારતી ના સપુત એવા "" નેતાજી "" ના હુલામણા નામથી પ્રખ્યાત સુભાષચંદ્ર બોઝ નો 121 મો જન્મ દિવસ ની ઉજવણી દેવ વિધામંદિર દ્વારા કરવામાં આવ્યો હતો. શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ બાળકો ને નેતાજી ના જીવન ની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ બાળકો દ્વારા પણ વક્તવ્ય રાખવામાં આવ્યા હતા. આમ આવા મહાન વ્યક્તિઓને યાદ કરી બાળકો ખુશ થયા હતા. આજ ના આ પ્રસંગે બાળકો ને મફત આંખ તપાસણી નો કાયૅકમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળા ના બાળકો એ આંખો ના હોશિયાર ડો. અને તેમની ટીમ દ્વારા બાળકો ની આંખો તપાસ કરી જરૂરી માગૅદશૅન આપ્યું હતું.
......... આંખ તપાસણી કાર્યક્રમ...........