-->

રક્ષાબંધન ઉજવણી-2018 દેવ વિધામંદિર

ભારત દેશ સંસ્કૃતિ અને વિવિધતા અને એકતા નો દેશ છે. વર્ષો થી ચાલી આવતી પ્રણાલી ને દેશ ના લોકો એ સાચવી રાખી છે.. એક ભારત દેશ એવો છે જે ભારત વર્ષ મા આવતા વિવિધ તહેવારો ને ઉમંગ થી ઉજવે છે.. હિન્દુ ઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ.... શ્રાવણ માસ એટલે તહેવારો નો માસ.... એમાં પણ પુનમ નો દિવસ એટલે ભાઈ બહેન ના પ્રેમ નો દિવસ એટલે રક્ષાબંધન.... રક્ષાબંધન એટલે બહેન તરફ થી નિસ્વાર્થ ભાવે બંધાતી રક્ષા પોટલી...
                        આજ રોજ તા.. 25/08/2018 શનિવાર ના રોજ દેવ વિધામંદિર થરાદ ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષસ્થાને રક્ષાબંધન ઉજવણી નો કાયૅકમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળા ના આચાર્ય શ્રી, ઉપાચાયૅ શ્રી, સ્ટાફ મિત્રો તથા શાળા ના તમામ બાળકો ધોરણ 01 થી 10 ના ભાઈઓ અને બહેનો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો.

















                             શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ દ્વારા બાળકો ને રક્ષાબંધન નું મહત્વ સમજાવી કાયૅકમ ની શરૂઆત કરી હતી... વધુ માં જણાવ્યું હતું કે રક્ષાબંધન નો તહેવાર માત્ર એક દિવસ પુરતો નથી પરંતુ આખું વષૅ બધા ભાઈ ચારા થી વતૅવા ની વાત કરી હતી... શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ એ પણ ભાઈ બહેન ની વાર્તા કહી રક્ષાબંધન નું મહત્વ સમજાવ્યું હતું...
આજે
                        આજ રોજ રક્ષાબંધન પવૅ ની ઉજવણી નિમિત્તે વક્તવ્ય.. ગીતો ની રમઝટ બાળકો દ્વારા આજે સુંદર રજુઆત કરવામાં આવી હતી.. અને શાળા ની વિધાર્થી બહેનો દ્વારા ભાઈ ઓ ને રાખડીઓ પણ બાંધવામાં આવી હતી. આખો કાર્યક્રમ રંગીન મય બની ગયો હતો. શાળા ની શિક્ષિકા બહેનો દ્વારા પણ ભાઈ બહેન નું ગીત ગાયું હતું અને તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ પણ રંગીન બની ગયું હતું...
                             કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના ઉત્સાહિત શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમણે ભાઈ બહેન ના પ્રેરક પ્રસંગો કહી કાયૅકમ ને વધુ સારો ઓપ આપ્યો હતો. છેલ્લે હકમાભાઈ પ્રજાપતિ સાહેબે કાયૅકમ મા સંકલિત થયેલા તમામ નો હ્દય પૂર્વક આભાર માન્યો હતો. અને કાયૅકમ પુણૅ જાહેર કર્યો હતો