આપણા દેશમાં મુખ્ય બે રાષ્ટ્રીય તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે . જેમાં 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી. આ બે તહેવારો માં આખો દેશ દેશ ભકિત ના રંગે રંગાઈ જાય છે. અને દરેક ભારતીય ની ફરજ બને છે કે આ તહેવારો માં અવશ્ય હાજરી આપવી જોઈએ. દેવ વિધામંદિર થરાદ દ્વારા પણ 72 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી . આજના મુખ્ય મહેમાન તરીકે થરાદ તાલુકાના ગૌરવ સમાન ડો. નરબતભાઈ ચૌધરી સાહેબ (જે. જે. હોસ્પિટલ થરાદ) ઉપસ્થિત રહી કાયૅક્રમ ને શોભાયમાન બનાવ્યો હતો . શાળાના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ તથા આમંત્રિત મહેમાનો, બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. ધ્વજવંદન ડો. નરબતભાઈ ચૌધરી સાહેબ અને દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને થયું હતું. નાની બાળા ઓ દ્વારા પ્રાથૅના રજુ કરી અને મહેમાનો એ દિપ પ્રાગટય કરી કાયૅકમ ને ખુલ્લો મુકાયો હતો. સૌ પ્રથમ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી સ્વાગત કરવા માં આવ્યું હતું. શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ શબ્દો રૂપી ફૂલ થી બધાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળા ના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે પોતાના પ્રવચન માં આજના દિવસ નું મહત્વ સાથે આપણી નૈતિક ફરજો યાદ કરાવી હતી. કાયૅક્રમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના આચાર્ય શ્રી અને સંસ્કૃત વિદ્વાન ભરતભાઈ પુરોહિત સાહેબે કયુૅ હતું. આજના કાયૅક્રમ ના મુખ્ય અતિથિ એવા ડો. નરબતભાઈ ચૌધરી સાહેબે આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ નું શું મહત્વ છે તેના વિશે માહિતગાર કર્યા હતા. તેના બાદ શાળાના વિદ્યાર્થીઓએ વક્તવ્ય, કોમેડી નાટક , દેશ ભક્તિ ડાન્સ, પીરામિડ બાળકો અને વાલીઓ ની વિવિધ રમતો રજુ કરી બધા ના દિલ જીતી લીધા હતા. છેલ્લે શાળાના ઉત્સાહિત શિક્ષક શ્રી ગિરિશભાઈ ચૌધરી દ્વારા સુંદર આભાર વિધી કરી તમામ નો આભાર માની કાયૅક્રમ પુણૅ જાહેર કર્યો હતો .

