-->

પ્રથમ સત્રાંત વાલી મિટિંગ


આજ રોજ દેવ વિદ્યામંદિર, થરાદ ખાતે પ્રથમ સત્રાંતે શ્રીમાન પ્રમુખશ્રી દેવાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સન્માનીય વાલીગણ ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.
                કાર્યક્રમ શરૂઆત શાળાના આચાર્યશ્રી પુરોહિત ભરતભાઈએ તમામને શાબ્દિક સત્કારથી કરી તથા શિક્ષણમાં વાલીઓનું શું યોગદાન વિષે ચર્ચા થઈ. ત્યારબાદ શાળા પ્રમુખશ્રીએ આજની શિક્ષણ પ્રણાલી, શિક્ષણમાં વાળીને આધારસ્તંભ ગણાવી, વાલીની ફરજોથી અવગત કર્યા. શાળાની શિક્ષણ પધ્ધતિ, શાળા સ્ટાફ તથા સુવિધાઓ વિશે સકારાત્મક ચર્ચા થઈ. શાળા મંડળ અને વાલી મંડળના પ્રશ્નો પર વિચાર વિમર્શ થયા તથા સહકારની ભાવનાથી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી ઉતમ શિક્ષણ પ્રણાલી રજૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
                સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ શિક્ષકમિત્રો અને સેવક ભાઈઓએ આવેલ મહેમાનોની આગતા- સ્વાગતા કરી. અંતે તમામ વાલીગણ હળવો નાસ્તો કરી સખુશી છૂટા પડ્યા. સકારાત્મક વાલી મિટિંગ માટે શાળા સ્ટાફ તથા વાલીગણનો ખૂબ ખૂબ આભાર.