-->

2 દિવસીય પ્રવાસ -સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત- દેવ વિદ્યામંદિર

       પ્રવાસ નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું  મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની મજા નું આયોજન બનાવી નાખે છે..                                                                                                                વિધાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.                                                    

            દેવ વિધામંદિર થરાદ દ્વારા  બે દિવસીય  પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 79 વિધાર્થીઓ સાથે 05 શિક્ષકો ની સાથે શાળાના ઉપાચાયૅ શ્રી જયેશભાઇ પંડયા પણ જોડાયા હતા.. પ્રવાસ માં બાળકો આનંદિત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. અવનવી પૌરાણિક વસ્તુઓ જોઈ ખુશ થયા હતા..                                                                                તારીખ 12 \12|2018ના રાત્રે 09:15  મિનિટે પ્રસ્થાન કયુૅ હતું. અને 14/12/2018 ની રાત્રે પ્રવાસ પૂર્ણ કરી 02:30 ક.રાત્રે પરત ફયાૅ હતા. કોઈ પણ તકલીફ વગર ખૂબ જ આનંદિત થઈ બાળકો એ પ્રવાસ ની મજા માણી હતી.                                                                               

પ્રવાસ ના સ્થળો: ૧૩ડિસેમ્બર,૧૪ ડિસેમ્બર
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી. 
  • સરદાર સરોવર ડેમ
  • જળ વિદ્યુત મથક 
  • પોઈચા ધામ 
  • કાકરીયા તળાવ અમદાવાદ
  • પ્રાણી સંગ્રહાલય અમદાવાદ
  • મહાત્મા મંદિર ગાંધીનગર
  • અક્ષરધામ ગાધીનગર

  • ખાસ નોંધ : અહિયાં ફક્ત અમુક ફોટો જ મૂકવામાં આવ્યા છે. બાકીના તમામ ફોટો આજે જ ફોટો ગેલેરી વિભાગમાં મૂકવામાં આવશે.



  • ફોટો કેવી રીતે આપના મોબાઈલમાં ડાઉનલોડ કરવો તેના માટેનો વિડીયો જોવા અહિયાં ક્લિક કરો.