-->

જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા નું આયોજન- દેવ વિદ્યામંદિર

  •                      આજ રોજ શાળા કક્ષાએ જીલ્લા આરોગ્ય વિભાગ પાલનપુર ના માગૅદશૅન થકી આરોગ્ય વિભાગ થરાદ ના મિત્રો દ્વારા આજે શાળા ની અંદર નિબંધ સ્પર્ધા અને વક્તવ્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

                     આજના જમાનામાં તમાકુ નુ પ્રમાણ ખુબ જ વધતું જાય છે.જેના થકી અનેક રોગનો ભોગ બનવુ પડે છે.જે ની જાગૃતિ શાળા ના બાળકો ને આવે તે ઉદ્દેશ થી આજ રોજ શાળા માં આવેલ મહેમાનો માં તમાકુ નિયંત્રણ ના સોસિયલ વકૅર શ્રી અનિલભાઈ સાહેબ, ભાણજીભાઈ તરક, પ્રેમજીભાઈ અને રમેશભાઈ ચિહોરી હાજર રહ્યા હતા. શાળા ના આચાર્ય ભરતભાઇ પુરોહિત દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્પર્ધા માં પ્રથમ ત્રણ નંબર આપી ઈનામ આપવામાં આવ્યા હતા.અને ભાગ લેનાર તમામ ને આશ્વાસન ઈનામો આપવામાં આવ્યા હતા.
          શાળા ના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલે હાજર રહી બાળકો ના ઉત્સાહ મા વધારો કર્યો હતો. ગુજરાતી ના શિક્ષક શ્રી ગિરીશભાઈ  ચૌધરી ઍ સુંદર આભાર વિધી કરી હતી ..છેલ્લે બધા બાળકો ને નાસ્તો આપી કાયૅક્મ પુણૅ કર્યો હતો.