-->

" માતૃ પિતૃ પૂજન-વંદના "-કાયૅક્મ ૧૪ ફેબ્રુઆરી 2019 દેવ વિદ્યામંદિર


                            ભારત દેશ વિવિધતા માં એકતા ધરાવતો સંસ્કૃતિ નો દેશ છે.આપણી સંસ્કૃતિ ને સાચવવી આપણી નૈતિક ફરજ બને છે.આજનું યુવાધન પશ્ચિમ સંસ્કૃતિ નું અનુકરણ કરી ને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. તો દરેક જાગૃત વાલીમિત્રો એ પોતાના બાળકને આપણી સંસ્કૃતિ થી વાકેફ કરવા જોઈએ.

                     આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ખાતે શાળા ના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ ના માગૅદશૅન થકી અને એમના અધ્યક્ષ સ્થાને આજ રોજ *માતૃપિતૃ વંદના* કાયૅક્મ નું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં વાલીઓ ની ઉપસ્થિત થી કાયૅક્મ દીપી ઉઠયો હતો.

                      કાયૅક્મ નું સંપૂર્ણ સંચાલન શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બધા વાલીઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા સુંદર વક્તવ્ય અને ભજન ની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો દ્વારા માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.                                                     
                      શાળા ના પ્રમુખ સાહેબ દ્વારા આજના દિવસ નો મહિમા ની સમજ આપી  માતાપિતા નું જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી હતી. માદેવભાઈ ચૌધરી દ્વારા આભાર વિધી કરીને કાયૅક્મ ને પુણૅ જાહેર કયૉ હતો.