-->

શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલી- શાળા પરિવાર

                             ૧૪ ફેબ્રુઆરી ભારત દેશ માટે કાળજું કંપાવી નાખે તેવો દિવસ ભારત ના લોકો જીવનભર ભુલી શકશે નહિ.ભારત દેશ ની રક્ષા કરતા આપણા સૈનિકો ની અણધારી વિદાય દરેક ને રડાવી જાય છે. એક સાથે ૪૪ જવાનો શહીદ થયાને આખા દેશ ને રડાવી ગયા.

                             જવાનોની શહીદી એળે ન જાય અને એમના પરિવાર પર આવી પડેલ સંકટ અને એમના દિવ્ય આત્મા ને શાન્તિ મળે તેવા ઉદેશ્ય થી આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ના સંકુલ મા શ્રદ્ધાજલી કાયૅક્મ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા ના પ્રમુખ સાહેબ શ્રી, વાલીમિત્રો , સ્ટાફ ,તથા શાળા ના બાળકો એ અશ્રુ ભરી શ્રદ્ધાજલી શહીદ જવાનોને અપૅણ કરી હતી.શાળા ના પ્રમુખ સાહેબ શ્રી આ ઘટનાને ખુબ જ દુઃખ દ ગણાવી શબ્દ રૂપી અંજલી આપી હતી. બહોળી સંખ્યામાં વાલીઓ આજુબાજુના ભાઈઓ બહનો એ હાજરી આપી હતી.
                                 શાળા ના બાળકો દ્વારા શ્રધ્ધાજલી આપ્યા બાદ યથાશક્તિ શહીદફંડ મા ફાળો આપી દેશ ભક્તિ જાગૃત કરી હતી.જાગૃત વાલીઓ શાળા પરિવાર તરફથી પણ યથાશક્તિ શહીદ ફંડ આપી શહીદોને અંજલી આપી હતી.ત્યારબાદ રાષ્ટ્રગીત બોલી કાયૅક્મ પુણૅ જાહેર કર્યો હતો