આજ રોજ દેવ વિદ્યામંદિર ખાતે બાળકો ને સન્માનિત કરવા માં આવ્યા. *આપણી સંસ્કૃતિ આપનો વારસો.. સંસ્કૃતી થકી જ બાળકો માં સંસ્કાર નું સિંચન થાય છે..એમાંય જો આપના મહામુલ્ય પુસ્તકો નું જ્ઞાન બાળકો ને મળે તો જીવન માં બદલાવ આવી જાય છે..તે ઉદેશ થી ગીતા મંદિર ઇસકોન અમદાવાદ સંસ્થા ના સૌજન્ય થકી બાળકો ભાગવત ગીતા ને જાણે તે ઉદેશ થી ગીતા ના મૂલ્યો જાણે તે માટે પરિક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો એ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઇનામ ની સાથે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા .ત્યારે તાળીઓ થી બાળકો ને વધાવી લેવા માં આવ્યા હતા.. જીવન માં બદલાવ લાવવા ભાગવત ગીતા નું જો થોડું જ્ઞાન બાળકો ને આપતા રહો તો સંસ્કૃતિ ની સાથે બાળકો ને સંસ્કાર પણ મળી રહે છે ..ભાગવત ગીતા કોર્ટ માં નહીં પણ બાળકો ના કોર્ષ માં હોવી જોઈએ..*
ગીતા જ્ઞાન પરીક્ષા માં બાળકો ની સિધ્ધિ -દેવ વિદ્યા મંદિર
સોમવાર, ડિસેમ્બર 16, 2019