-->

૭૧ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી - દેવ વિદ્યામંદિર થરાદ

                              ભારત વષૅ માં આપણે અનેક તહેવારો ની ઉજવણી કરતા હોઈ એ છીએ. એમા આપણા રાષ્ટ્ર ના તહેવારો ની આપણે ઘામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરી. ભારત દેશ આઝાદ તો થયો પણ આપણી પ્રજાના હાથ માં સતા આવી 26 જાન્યુઆરી ના રોજ. ત્યારબાદ સાચી લોકશાહી ની શરૂઆત થઈ. જેમ જેમ આઝાદી ના દિવસો વિતવા લાગ્યા તેમ માણસ સ્વતંત્ર અને પ્રગતિશીલ બનવા લાગ્યો.                                                                                     આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ ના પ્રાંગણમાં 71 મા પ્રજાસત્તાક દિન ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સરકાર ના આદેશ મુજબ "" એક સલામ દીકરી ને નામ"" અંતગૅત દેવ વિધામંદિર ની ધોરણ 11ની બાળા યશોધરા બા   અને ધોરણ 04 ની બાલા પટેલ ફેની  સાથે થરાદ બી. આર. સી. કો.ઓર્ડીનેટર ડો.મહેશભાઈ ડાભી તેમજ વિકાસ ટ્રેક્ટર ના અગ્રણી શ્રી કરશનભાઇ પટેલ તેમજ શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ એ દવજ વંદન કરાવ્યું હતું.                                                                                        સૌપ્રથમ પરેડ દ્વારા મહેમાનને આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ધ્વજવંદન ને સલામી આપી ઝંડાગીત, રાષ્ટગીત, અને રાષ્ટગાન બાળકો એ જીલ્યા હતા. પછી દીપ પ્રાગટય કરી પ્રાથૅના દ્વારા કાયૅકમ ની શરૂઆત કરી હતી.

                     શાળા ના ઉત્સાહિત શિક્ષક શ્રી વશરામ ભાઈ જોશી ના  શબ્દો દ્વારા બધાનું સ્વાગત કર્યું હતું. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજના દિન અનુરુપ યુવાનો ને આગળ આવી દેશ ને મજબુત બનાવાની આગળ વધવા માગૅદશૅન આપ્યું હતું. તેમજ આપણા સૈનિકો નું શું મહત્વ રહેલું છે તેનુ મહત્વ સમજાવ્યું હતું.                                                              કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના ઉત્સાહિત આચાયૅ ભરતભાઇ પુરોહિત એ કયુૅ હતું. શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કાયૅકમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા. વિવિધ વક્તવ્ય, ગરબા, દેશ ભક્તિ ડાન્સ, પીરામિડ થકી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નાના બાળકો ના કાર્યક્રમ થકી તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.                                                                                                    અંતે શાળા ના ઉત્સાહિત શિક્ષક  ઉમેશભાઈ ચૌધરી દ્વારા કાયૅકમ માં સહભાગી થનાર તમામ નો હ્દય પૂર્વક આભાર માન્યો હતો.. અને કાયૅકમ ને પુણૅ જાહેર કર્યો હતો.