શિક્ષા... ક્ષમા....કરુણા... નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. શિક્ષક દાનવ માંથી માનવ અને માનવ માંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણક્ય ના શબ્દો યાદ આવે છે... "" શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલ રહે હે. "" 5 મી સપ્ટેમ્બર એટલે આપણા મહામહિમ શિક્ષક થી સફર ખેડી ને રાષ્ટ્રપતિ પદ પર પહોચેલા આપણા ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ આપણે શિક્ષકદીન તરીકે ઉજવીએ છીએ. શિક્ષક જ એક એવો કર્તવ્યનિષ્ઠ છે કે બેલ ના ટકોરા પેલા હાજર થાય છે અને બેલ ના ટકોરા બાદ જ જાય છે. શિક્ષક જ બાળકો ના સવાૅગી વિકાસ માં પાયા ની ભુમિકા ભજવે છે. શિક્ષક જ પોતાના વગૅખંડ માંથી કલેકટર, શિક્ષક, અભિનેતા, રાજનેતા, બનાવી ને મુકે છે.શિક્ષક જ આજીવન વિધાર્થી છે.
દેવ વિધામંદિર થરાદ દ્વારા આજે શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ બાળ ગુરૂ ઓના કિલ્લોલ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ધોરણ 08 થી 12 ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. શાળા ના આચાર્ય તરીકે ઠાકોર હેતલબેન અને ઉપાચાર્ય તરીકે ચૌધરી રાહુલભાઈ ને પસંદ કરવામાં આવ્યા હતા. 25 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. આખો દિવસ પિરીયડ પધ્ધતિ થી 08 પિરીયડ લેવા માં આવ્યા હતા. જેમાં આજે બાળગુરૂઓ 01 થી 12 ના વિધાર્થીઓ ને શિક્ષણ આપ્યું હતું.અંતે આખા દિવસ નો અનુભવ માટે ભાવ પ્રતિભાવ કાયૅકમ રાખવામાં આવ્યો હતો. કાયૅકમ ની શરૂઆત શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ એ આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું. અને આજના શિક્ષકો એ પોતાના અનુભવો જણાવ્યા હતા. વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
આજે આખો દિવસશિક્ષકો દ્વારા નિરીક્ષણ કરી સારું ભણાવનાર બાળકો ના 1થી 03 નંબર આપવામાં આવ્યા હતા.
છેલ્લે શાળાના ઉપાચાર્ય શ્રી જયેશભાઈ સાહેબે સારી કામગીરી કરનાર વિધાર્થીઓ ને બિરદાવ્યા હતા અને બધા નો આભાર માન્યો હતો. અને રાષ્ટ્રગીત બોલી છુટા પડ્યા હતા.