-->

ગાંધી જયંતિ - 2021

RAMESH CHAUDHARI

 આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા આજે  બાળકો આજ ના દિવસ નું મહત્વ સમજે ગાંધીજી ના જીવન ને સમજે તે ઉદેશ્ય થી  આજે શાળા માં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી આવી હતી. સૌ પ્રથમ બાળકો દ્વારા પ્રાર્થના કરવા મા આવી હતી.ત્યારબાદ વૈષ્ણવજન ભજન થી શરૂઆત કરી હતી. ત્યારબાદ શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા આજ ના દિવસ નું મહત્વ બાળકો ને સમજાવ્યું હતું.. ગાંધીજી ના જીવનપ્રસંગો ની ઝાંખી કરાવી હતી.

                               શાળા ના ઉપાચાર્ય જયેશ પંડ્યા એ  પોતાના શબ્દો દ્વારા ગાંધીજી ને અંજલિ આપી હતી. ગાંધીજી ના જીવન ના સૂત્રો  સ્વચ્છતા, સાદગી, સાચુ બોલવું, વગેરે બાળકો ને જીવન માં ઉતારવા કહ્યું હતું. સાથોસાથ આજે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે તેમના કાયૅ મા સહભાગી થઈ દેશ ભકિત જાગૃત કરવાની વાત કરી હતી. સાથોસાથ દરેક બાળક ને સ્વચ્છતા ના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

                               આજે ગાંધી જયંતી નિમિત્તે શાળા ના બાળકો દ્વારા વક્તવ્ય સ્પર્ધા તેમજ ગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાની આજુબાજુ ના વિસ્તારો, સોસાયટી, તેમજ રસ્તાઓ ની સફાઈ કરી ઉમદા કાર્ય માં તમામ સહભાગી થયા હતા.

                               છેલ્લે શાળાના શિક્ષક રમેશભાઈએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો શાળા ના તમામ સ્ટાફ મિત્રો તેમજ બાળકો નો આભાર માન્યો હતો