-->

75 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી - 2021

  થરાદ ની દેવ વિદ્યામંદિર શાળા માં 75 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી

                              દેવ વિદ્યામંદિર  શાળા પરિવાર તરફ થી આજ રોજ આપના રાષ્ટ્રીય પર્વ ની ઉજવણીની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના થી કરવામાં આવી હતી .  ધ્વજ વંદન કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે MBBSમાં અભ્યાસ કરતા રબારી વિરમભાઈ હેંગોળભાઈ અને શાળા ના પ્રમુખ દેવાભાઈ પટેલ સાથે શાળા ની બાળાઓ એ ઘ્વજવંદન કરાવ્યું હતું. ત્યારબાદ શાળા ના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ માં ભાગ લઈ તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ રંગીન બનાવ્યું હતું.કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સાદગીપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

                         કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.શાબ્દિક સ્વાગત જયેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.છેલ્લે આભાર વિધિ અલ્પેશભાઈ ચૌધરી  દ્વારા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો...