આજ રોજ આપની શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે થરાદ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વિશ્વ વન્ય જીવ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી..જેમાં થરાદ ફોરેસ્ટ વિભાગ ના તમામ અધિકારીઓ શાળા માં હાજર રહી બાળકો ને વન્ય જીવ, જંગલ વિશે માહિતી આપી હતી..સાથે સાથે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું..1 થી 5 નંબર આવનાર ને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.સાથે શાળા ના તમામ બાળકો ને નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી..શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું..અને આજ ના યુગ મા વૃક્ષો નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું...શાળા ના ઉત્સાહિત શિક્ષક દિનેશભાઈ ચૌધરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી..
વધુ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.