-->

આઝાદીનો અમૃત મહોત્સવ 2022

                આ વર્ષે આપણી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા. આજથી ૭૫ વર્ષ પહેલા એટલે કે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણો દેશ અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આથી આ વર્ષે આપણી ભારત સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું જેના અંતર્ગત આપણે ઘણી બધી પ્રવૃતિઓ અને કાર્યક્રમો કરવામાં આવ્યા. જે અંતર્ગત આપણી શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા યોજાઈ અને તેના સિવાય ભારતમાતા પૂજન અને ૭૫ ઇન્ડીયા જેવી પ્રતિકૃતિ પણ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી.જેમાં દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો.