-->

રમતોત્સવ - 2022

RAMESH CHAUDHARI
આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે બાળકો સતત મોબાઈલ ની પાછળ ઘણો સમય બરબાદ કરે છે અને બાળપણ એમજ વેડફી દે છે અને બાળપણ ની રમતો મિત્રો સાથે ની દિવસે ને દિવસે ભૂલતો જાય છે..બાળકો માં રમત ગમત નું નામ પડ્તા ઘણો ખુશ જોવા મળતો હોય છે.અને બાળકો ને રમત ગમત ના ફાયદા જાણે રમત વિસે જાણે તે ઉદેશ્ય થી આજ દેવ વિદ્યા મંદિરના વિસાળ મેદાન માં આજે પ્રાથમિક વિભાગ નો રમોત્સવ ઉજવાઈ ગયો.. એક દિવસ અગાઉ  બાળકો ને જાણ કરવામાં આવતા બાળકો નામ લખાવવા  અધીરા બન્યા હતા એનો ઉત્સાહ આજે મેદાન પર જોવા મળ્યો..વિવિધ રમતો ની શરૂઆત થી જ બાળકો આનંદ માં આવી બાળકો એ તાળીઓ થી એમનો ઉત્સાહ વધાર્યો હતો.                                                                                   શાળા ના આચાર્ય ભરતભાઇ પુરોહિત ના માર્ગદર્શન થી બાળકો અને શિક્ષકો નો ઉત્સાહ આજે  ખૂબ જોવા મળ્યો હતો..વિવિધ રમતો માં કબડી , ખો ખો, ઉચીકુદ, લાબીકુંદ, દોડ, લોટફૂંકની,રશા ખેંચ, ડબ્બાફોડ ,સંગીત ખુરશી , જેરીદડો જેવી રમતો માં બાળકો એ ભાગ લઈ ખૂબ આનંદ લીધો હતો સારું પ્રદર્શન કરનાર બાળકો ને નંબર પણ આપવામાં  આવ્યા હતા..સાથે સાથે શિક્ષકો એ પણ વિવિધ રમતો માં ભાગ લઈ બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું..કાર્યક્રમ ને સફળ બનાવવા માં શાળા ના નિયામક શ્રી રમેશભાઈ ચૌધરી તેમજ શાળા ના તમામ સ્ટાફ મિત્રો નો શાળા ના ઉપાચાર્ય  જયેશ પંડ્યા એ આભાર માન્યો હતો અને રાષ્ટ્ગીત બોલી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.