-->

રાષ્ટ્રીય ગણિત દિવસ - ૨૦૨૨

 આજ રોજ ૨૨ ડીસેમ્બરના રોજ સમગ્ર ભારત દેશમાં આપણા દેશના ગૌરવશાળી ગણિતજ્ઞ રામાનુજની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે.આમ તો ગણિત એટલે મોટા ભાગના બાળકોનો માથાના દુખાવા સમાન વિષય છતાય ગણિતની રસદાર રજૂઆત કરનાર શિક્ષક મળી જાય તો બાળકને તે વિષય પ્રિય બની જાય.ગણિત પ્રત્યે વિદ્યાર્થીઓની રસ રૂચી જાગે અને બાળકો ગણિતના સિદ્ધાંતોને જાણે તે હેતુથી આંજે આપણી શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિતની થીમ પર આધારિત વર્ગખંડનું શુભોશન કરવામાં આવ્યું. ગણિત આધારિત વ્યાખ્યાન યોજાયું અને ગણિત આધારિત ક્વીઝ સ્પર્ધા યોજાઈ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ થી ભાગ લીધો. આજના આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગણિત વિજ્ઞાન ના શિક્ષક મિત્રો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.