-->

કાગળની કરામત....

RAMESH CHAUDHARI
આજ રોજ તા.21/12/2022 ના રોજ આપણી શાળાની મુલાકાતે આવેલ ભાઈશ્રી દ્વારા બાળકોને જુદા જુદા પ્રકારના કાગળમાંથી અવનવી ડિઝાઈનો બનાવીને ખુશ કરી દીધા. સૌપ્રથમ એક ગુલાબી અને લીલા કાગળમાંથી સરસ મજાનું ગુલાબનું ફૂલ બનાવીને શાળાના આચાર્ય સાહેબશ્રી ને ભેટ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે બાળકોને પણ અવનવી ડિઝાઇન બનાવતા શીખવ્યા. કેટલાક બાળકોએ વિશેષ બનાવટો શીખવા માટે તેમની પાસેથી પુસ્તક પણ ખરીદી. ખરેખર અદભૂત મજા પડી બાળકોને...