આજ રોજ આપણી શાળામાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક તરીકે ગણાતા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે શાળાની બહેનો દ્વારા સુંદર મજાની રંગોળી બનાવવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી તેમજ ગોળ વડે મોં મીઠું કરાવીને કુમકુમ તિલક કર્યું હતું. સામે ભાઈઓએ પણ બહેનોને બોલપેન અને પેન્સિલની ભેટ આપી હતી. આજના આ પ્રસંગે ભાઈ બહેનના પ્રેમના સુંદર મજાના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા.