આજ રોજ આપણી શાળામાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આજનું વાતાવરણ દરરોજ કરતાં કંઈક અલગ જ હતું. આજે શાળાના વિધાર્થીઓ દ્વારા જ સંપૂર્ણ દિવસનું આયોજન અને સંચાલન થવાનું હતું. આજે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ જ એક શિક્ષક બનીને એમના જ સાથી મિત્રોને ભણાવવાના હતા. આજે ધોરણ 12 માં અભ્યાસ કરતા ચૌધરી ભુપતભાઈ પરાગભાઈ એ આચાર્યની ભૂમિકા નિભાવી હતી. આજે સરસ મજાના આયોજન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રિશેષ દરમિયાન બાળકોને શાળા તરફથી નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આચાર્ય સાહેબ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આજના કાર્યકમ વિશે વિધાર્થીઓ અને આજે શિક્ષક બનેલ વિધાર્થીના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા. છેલ્લે સમુહ ફોટોગ્રાફી કરવામાં આવી તેમજ રાષ્ટ્રગીત બોલીને સૌ છૂટા પડ્યા. આમ આજના આ દિવસનો કાર્યક્રમ સફળ રહ્યો.









































































