-->

ભારત કો જાનો 2025

RAMESH CHAUDHARI

ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિથી વિધાર્થીઓ પરિચિત બને તે હેતુથી દર વર્ષે ભારત વિકાસ પરિષદ દ્વારા મોટાભાગની ઘણી બધી શાળાઓમાં ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ જાણે તે હેતુથી તેમને એક ભારત કો જાનો પુસ્તક આપવામાં આવે છે. જે વાંચીને બાળકો આ પરીક્ષા આપે છે. આ વર્ષે પણ આપણી શાળામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધો હતો.