કોઈ પણ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે. શાળાઓ માં પ્રાર્થના સિવાય બાળકો અવનવી પ્રવૃત્તિઓ કરતાં હોય છે. આજ નો યુગ એ સ્પર્ધાત્મક યુગ છે. આજ ના યુગ મા ટકી રહેવા માટે બાળકો એ અવનવી સ્પર્ધા નો સામનો કરવો પડશે જો બાળક પાયાથી મજબૂત હશે તો ક્યાંય પાછુ પડશે નહીં.
દેવ વિધામંદિર દ્વારા પ્રાર્થના મા એક નવી પહેલ કરવામાં આવી.. જે......"ભારત કો જાણો"...........અંતર્ગત બાળક આપણા દેશ વિશે, આપણા રાજ્ય વિશે, આપણા જિલ્લા વિશે, આપના તાલુકા ની માહિતી થી માહિતગાર થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. બાળક માત્ર પુસ્તકના જ્ઞાન થી નહીં પરંતુ દરેક બાબતોમાં નિપુણ થાય તે માટે આવો સરસ કાર્યક્રમ ઉમેરવામાં આવ્યો.
શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ નું સતત માર્ગદર્શન.... શાળા ના આચાર્ય ભરતભાઇ નુ મોનેટરીંગ,શાળા ના સ્ટાફ મિત્રો નો સાથ સહકાર દ્વારા દેવ વિધામંદિર ના બાળકો આજ ના યુગ સાથે કદમ મિલાવી ચાલે તેવી શુભેચ્છા... સહ