-->

"" ખુલ્લો મંચ""

                        આજ નું શિક્ષણ માત્ર પુસ્તક પુરતું સિમિત ના રહેતા બાળક ના મન ના વિચારો ને પણ ઓળખવા પડશે... એ વિચારો માત્ર બાળક ની અંદર પડેલી સુષુપ્ત શકિત દ્વારા ખ્યાલ આવશે. બાળક સ્વભાવે એકદમ શરમાળ હોય છે. જો તેને તેના વિચારોને ખુલ્લા મૂકી દેવામાં આવે તો પોતાનામાં જે કળા પડી છે તે ચોક્કસ બહાર લાવશે. દેવ વિધામંદિર થરાદના સંચાલકશ્રી દેવાભાઈ પટેલ દ્વારા બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતનો વિકાસ થાય અને તેમનામાં રહેલો ડર દૂર થાય તેમજ બાળકની શરમ દુર થાય તેવો પ્રયત્નની પહેલ કરી છે.
                      દેવ વિધામંદિર દ્વારા દર શુક્રવારે છેલ્લા બે તાસ     "" ખુલ્લો મંચ"" કાયૅકમ રાખવામાં આવે છે. જેમાં બાળક ખુલ્લા દિલથી પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકે. તેમજ  પોતાની કળાશકિત ને બહાર લાવી શકે.
                      આજે છેલ્લા બે તાસમાં શાળાના સંચાલકશ્રી દેવાભાઈ સાહેબ., આચાર્ય સાહેબ, નિયામક સાહેબ તથા સ્ટાફ મિત્રો અને શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપુવૅક ભાગ લીધો હતો. કાયૅકમનું સંપૂર્ણ સંચાલન શાળાના ઉત્સાહિત શિક્ષકશ્રી ધરમાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકો એ સરસ મજાના અભિનયગીત, એકપાત્રઅભિનય, ગીતોની રમઝટ બોલાવી બધાના દિલ જીતી લીધા હતા. અને ખુલ્લો મંચ   તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
                          શાળાના નિયામકશ્રી હષૅદભાઈ પટેલ સાહેબે બાળકોની કળાને બિરદાવી પ્રોત્સાહિત કરી બધાનો આભાર માન્યો હતો. અને આવતા શુક્રવારે ફરી મળવાનું કહી કાયૅકમ પુણૅ કર્યો હતો.