-->

ગુજરાત ક્વિઝ******

                      આજ નો યુગ સ્પર્ધાત્મક યુગ છે. બાળક ને ભણવા ની સાથે સાથે આજના જમાનાની સાથે કદમ મિલાવીને ચાલવું પડશે. માત્ર પુસ્તકીયા જ્ઞાન થી ચાલશે નહીં. પણ જનરલ નોલેજ ની સાથે સાથે રોજની દૈનિક ધટના નો પણ એટલો જ ખ્યાલ હોવો જોઈએ.
                                                                                                       દેવ વિધામંદિર થરાદ ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ દ્વારા બાળકો કંઈ ક નવું જાણે એવા પ્રયત્ન થકી  પ્રાર્થનાસભા માં તો "" "" જાણવા જેવુ "" "બોલાય છે જ તે ઉપરાંત બાળકો તાલુકા વિશે, જીલ્લા વિશે, રાજ્ય વિશે, દેશ વિશે જાણે એ માટે પ્રાર્થનાસભા માં પણ અલગ કાયૅકમ નું આયોજન કરેલ છે.
                         ગુજરાત સરકાર દ્વારા બાળકો આજ ના પ્રવાહ સાથે તાલ મિલાવે તે માટે" "ગુજરાત ક્વિઝ સ્પર્ધા" "નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા પ્રથમ શાળા કક્ષાએ કિવઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. અને પ્રથમ નંબરો આવનાર બાળકોને આજે તાલુકા કક્ષાની ગુજરાત ક્વિઝ કોમ્પિટિશન અંતર્ગત M. S. Vidhyamandir Tharad ખાતે આજે ઓનલાઇન પરીક્ષા આપી.
                                   શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા, શાળા ના ઉત્સાહી શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી અને દિનેશભાઈ પ્રજાપતિ સાહેબે બાળકો ને સતત માગૅદશૅન પુરૂ પાડ્યું હતું.