-->

ઈનામ - પ્રમાણપત્ર વિતરણ *2018

                         દેવવિધામંદિર થરાદ શાળા 03 વર્ષ પુરા કરી 04 વષૅ મા પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજે "વિશ્ર્વ રંગમંચ" ના દિવસે બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે ઉદેશ્ય થી શાળાકક્ષાએ વિવિધ કાર્યક્રમો નું આયોજન આખા વર્ષ દરમિયાન કરવામાં આવતું હોય છે. બાળકો ના મનમાંથી ડર દુર થાય અને બાળકો ઉત્સાહ થી સ્ટેજ સુધી પહોંચી શકે તેવા શાળા ના શિક્ષકો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે  આખા વર્ષ દરમિયાન વક્તવ્યવ,  ભજન સ્પર્ધા , ચિત્ર સ્પધાૅ, મહેંદી સ્પધાૅ, ગરબા સ્પર્ધા, કિવઝ સ્પર્ધા , 15 મી ઓગસ્ટ , 26 જાન્યુઆરી જેવા કાર્યક્રમો યોજાતા હોય છે.

                       આજ રોજ શાળાના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને શાળા કક્ષાએ કાયૅક્રમ માં સૌથી વધુ ભાગ લેનાર બાળકો તેમજ કાયૅક્રમ માં નંબર આવેલા વિધાર્થીઓ ને ઈનામ વિતરણ અને પ્રમાણપત્રો આપવાનો કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો . શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે બાળકો ને અભિનંદન પાઠવ્યા હતા. અને આનાથી વિશેષ પ્રદશૅન કરવાની શુભેચ્છા પાઠવી હતી.

                           દેવ વિધામંદિર થરાદ માં ફરજ બજાવતા શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત અને ઉપાચાયૅ શ્રી જયેશભાઈ પંડયા ની સારી કામગીરી બદલ શાળા પરિવાર તરફ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.