એ જ તો અમારો આધાર છે.
ઉત્સવો ની રાહ અમે કદી જોતા નથી.
તમે મળો એ જ અમારા માટે તહેવાર છે"" .
🌹 વર્ષ 2015/16 🌹
દેવ વિધામંદિર થરાદ જુન 2015/16 થી કાયૅરત છે. ત્યારે ધોરણ 06..07..08..હતા.અને સ્ટાફ પણ 03 નો હતો. વિધાર્થીઓ હતા 24..ખૂબ જ ઉત્સાહિત રહીને આખુ વર્ષ બધાએ કામગીરી કરી હતી. ખુબ જ આનંદિત વષૅ પુણૅ થયું.
🌹 વષૅ 2016/17 🌹 શાળા ના નવા મકાનનું ઉદ્ઘાટન જવાનો ના હસ્તે કરાવી નવા સત્ર ની શરૂઆત કરી. આ વર્ષે ધોરણ 06...07...08..09 સાથે સ્ટાફ હતો 06 નો. અને બાળકો હતા 80.વિવિધ પ્રવૃત્તિઓ થકી નડાબેટ સીમા દશૅન સાથે થરાદ ની વિવિધ કચેરીઓ ની મુલાકાત સાથે આખુ વર્ષ યાદગાર બની ગયું....
🌹 વષૅ 2017/18 🌹
ખૂબ જ યાદગાર વષૅ એટલે 2017 ની સાથે કેટલીય યાદો રહેલી છે.. આ વર્ષે kg 1 થી લઈ ધોરણ 01 થી 10 સુધી શાળા શરૂ કરવામાં આવી.. શાળા સ્ટાફ 13 ની સાથે બાળકો ની સંખ્યા 280 થઈ ગઈ.. જેમાં 45 બાળાઓ છે. આખુ વર્ષ કાયૅક્રમો થકી ગુંજતુ રહ્યુ. 3 પ્રવાસ કરી અનેક બાબતો એ શાળા ને ગૌરવ અપાવ્યું... ............................. ..... ................. ........................ પ્રથમ વાર્ષિકોત્સવ _- ઈનામ વિતરણ દેવ વિધામંદિર થરાદ ના સંકુલ માં 23 માર્ચ ને શુક્રવારે રંગેચંગે ધામધૂમથી વાષિૅકોત્સવ નીઉજવણી કરવામાં આવી હતી. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના માગૅદશૅન થકી શાળા ના તમામ શિક્ષક મિત્રો અને બહેનો અને શાળા ના બાળકો એ કાયૅક્રમ ને યાદગાર બનાવવા ખુબજ મહેનત કરી હતી . શાળા પરીવાર ના આમંત્રણ ને માન આપી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બાળકો ના ઉત્સાહ માં વધારો કર્યો હતો . પ્રોજેક્ટ દશૅન થી ત્રણ વર્ષ ની સંપુણૅ ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકવામાં આવી હતી. કાયૅક્રમ નુ સંપૂર્ણ સંચાલન શાળા ના ઉત્સાહિત આચાર્ય શ્રી ભરતભાઇ એ કયુૅ હતું. સંસ્થા ના 03 વર્ષ ના લેખા જોખા શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ કયૉ હતા. શાળા ના બાળકો ના કાર્યક્રમ જોઈ તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું ... છેલ્લે આભાર વિધી શાળા ના બબીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી . બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનો આભાર માન્યો હતો. * કાયૅક્રમ રૂપરેખા....... > પ્રોજેક્ટ દશૅન... ...... .. > પ્રાર્થના ગીત.. દિપ પ્રાગટય > ઈનામ વિતરણ.. દાતાશ્રીઓ નું શાબ્દિક સ્વાગત >સંસ્થા ના લેખા જોખા... >આમંત્રિત મહેમાનો તથા પ્રમુખશ્રી નું પ્રાસંગિક પ્રવચન *સ્વાગતગીત ... શ્રી ગણેશા દેવા *સરસ્વતી વંદના.... *લેરી લાલા....... . * પિંગા પિંગા ડાન્સ.... * કોમેડી નાટક.. *છમ છમ ડાન્સ *ઉડી ઉડી જાય ડાન્સ *બમ બમ બોલે ગૃપ ડાન્સ * મારી લાડલી..... *મોર બની થનગનાટ કરે.... * ચંદા ચમકે..... * રાંણા શેર મા ગીત.. * પલ્લો લટકે .. * રાસ પિરામિડ
......... બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાયૅક્રમ સફળ બનાવવા બદલ તમામ નો હ્દય પૂર્વક આભાર ....