વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદય ના માનવીને પણ એક વખત આંખો માંથી આસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષક ની વિદાય વસમી લાગે છે.શિક્ષક શાળા સાથે શિક્ષક મિત્રો સાથે બાળકો સાથે એટલી આત્મિયતા બંધાઈ જાય છેકે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે.
આજ રોજ અમારી શાળામાં ફરજ બજાવતા કતૅવ્ય નિષ્ઠ , દરેક કામ માં અગ્રેસર ,હસમુખા સ્વભાવ ના ,ગણિત વિજ્ઞાન માં નિપુણ એવા ચૌધરી સંજયભાઈ ભાણજીભાઈ ( માલસણ) સાહેબ ને સરકારી નોકરી માં જવાથી આજ રોજ માનભેર વિદાય આપવામાં આવી. શાળા ના પ્રમુખ દેવાભાઈ પટેલ સાહેબે સંજયભાઈ ની કામગીરી ને બિરદાવી હતી. શાળા ના આચાર્ય ભરતભાઇ પુરોહિત એ સાથે વિતાવેલ પળો ને યાદ કરાવી હતી .સ્ટાફના તમામ શિક્ષક મિત્રો એ શૂભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
સંજયભાઈ સાહેબ ને શ્રીફળ આપી સાલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સંજયભાઈ સાહેબ પણ શાળા પરિવાર નો ખુબ આભાર માન્યો હતો.અંતે ગિરીશભાઈ ચૌધરી દ્વારા આભાર વિધી કરીને છુટા પડ્યા હતા.
સંજયભાઈ સાહેબ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શાળા પરિવાર તરફ થી શુભેચ્છાઓ