"" લાગણીનું એક ફુલ ખીલ્યું છે,
એ જ તો અમારો આધાર છે.
ઉત્સવો ની રાહ અમે કદી જોતા નથી.
તમે મળો એ જ અમારા માટે તહેવાર છે"" .
............................. ..... ................. ........................ દ્વિતિય વાર્ષિકોત્સવ _- ઈનામ વિતરણ દેવ વિધામંદિર થરાદ ના સંકુલ માં 30 માર્ચ ને શનિવારે રંગેચંગે ધામધૂમથી વાષિૅકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.વી.બોચિયા અને સી.આર.સી બી.ડી.જોષી મુખ્ય મહેમાન બની શોભા વધારી હતી. શાળાના સંચાલકશ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના માગૅદશૅન થકી શાળાના તમામ શિક્ષક મિત્રો અને બહેનો અને શાળા ના બાળકો એ કાયૅક્રમને યાદગાર બનાવવા ખુબ જ મહેનત કરી હતી . શાળા પરીવાર ના આમંત્રણ ને માન આપી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બાળકો ના ઉત્સાહ માં વધારો કર્યો હતો . પ્રોજેક્ટ દશૅન થી વર્ષ ની સંપુણૅ ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકવામાં આવી હતી. કાયૅક્રમ નુ સંપૂર્ણ સંચાલન શાળા ના ઉત્સાહિત આચાર્ય શ્રી ભરતભાઇ એ કયુૅ હતું.
શાળાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે બધાને આવકારી આજના શિક્ષણ સાથે કદમ મિલાવી ચાલવાની વાત કરી હતી.
આજના કાયૅકમ ની સાથે સાથે બાળકોને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને શિક્ષકો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સંસ્થા ના આ વર્ષ ના લેખા જોખા શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ કયૉ હતા. શાળા ના બાળકો ના કાર્યક્રમ જોઈ તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું ... છેલ્લે આભાર વિધી શાળા ના ગિરિશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી . બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનો આભાર માન્યો હતો. * કાયૅક્રમ રૂપરેખા....... > પ્રોજેક્ટ દશૅન... ...... .. > પ્રાર્થના ગીત.. દિપ પ્રાગટય > ઈનામ વિતરણ.. દાતાશ્રીઓ નું શાબ્દિક સ્વાગત >સંસ્થા ના લેખા જોખા... >આમંત્રિત મહેમાનો તથા પ્રમુખશ્રી નું પ્રાસંગિક પ્રવચન
વધુ ફોટો ફોટો ગેલેરીમાં મૂકવામાં આવશે.