-->

દ્વિતીય સત્ર વાષિક પરિણામ :2018/19 દેવ વિદ્યામંદિર થરાદ

આદરણીય વાલીમિત્રો.. સપ્રેમ નમસ્કાર

             આજનું બાળક આવતી કાલ નું ભવિષ્ય છે. બાળક એક નાના ફૂલ ની ડાળી જેવું હોય છે  એને જેમ વાળવું હોય તેમ વાળી શકાય છે . થોડુંક મોટુ થયા પછી તેને તે દિશા માં વાળવું કઠિન હોય છે.. પણ જો તેને તે સમયે યોગ્ય વાતાવરણ અને દિશા મળી જાય તો ખાસું પરિવર્તન આવી જાય છે. દરેક વગૅખંડ માં સમાન બાળકો હોતા નથી. પણ દરેક બાળક ની અંદર કંઈક ને કંઈક સુષુપ્ત શકિત છુપાયેલી હોય છે.                                 આપનું લાડલુ બાળક અમારી સંસ્થા માં વષૅ 2018-19 દરમિયાન ભણેલ છે. આપે અમારા પર મુકેલા વિશ્ર્વાસ માં ખરા ઉતરવાની પુરેપુરી કોશિશ કરી છે. આપના બાળકને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ ઉપરાંત તેના અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિ ઓને ખિલવવાનો પ્રયત્ન કર્યો છે . બાળકને ગુણવત્તા યુક્ત શિક્ષણ તથા જાહેરમાં શાળાકીય કે અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અમોએ તેને તૈયાર કરવામાં કોઈ કસર છોડી નથી .

         દેવ વિધામંદિર થરાદ દ્વારા આખા વર્ષ દરમિયાન દરેક બાળક ને વ્યક્તિગત  ધ્યાન આપવામાં આવ્યું છે. જેના થકી બાળક માં આજે ઘણું પરિવર્તન આપ જોઈ શકો છો .

      આજ રોજ 04/05/2019 બાળકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરિણામ જાહેર કરવામાં આવ્યું આજે  kg 1/2 અને ધોરણ 01 થી 09 નું પરિણામ શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિત માં  બધા ધોરણ ના 01 થી 10 નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને પરિણામ પત્રક આપી વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી . શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા બધા વિધાર્થીઓ ને શુભકામનાઓ આપી હતી .

                                                                                 

               ઉનાળુ વેકેશન તારીખ 06/05/2019 સોમવાર થી 09/06/2019ને રવિવાર સુધી રહેશે ..                         

                         

                                તારીખ 10/06/2019 ને સોમવારે સવારે 06:50 ક.શાળા ખુલશે


   *********    શાળા ના ધોરણ 01 થી 09 ના ટોપ 10 બાળકો નું પરિણામ મુકયું છે..... ***************

                                           

         *ખાસ વાલી મિત્રો માટે સુચન*   

     > બાળક વષૅ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. વેકેશન દરમિયાન પણ એવી પ્રવૃત્તિઓ કરાવજો જેના થકી આવનાર સમય માં ઉપયોગી બની રહે.

> અવનવા સ્થળો ની માહિતી આપજો જેના થકી તે પરિચિત બને.

> પરિવારના સભ્યો સાથે મુલાકાત કરાવજો જેથી કુટુંબ ની ભાવના વિકશે.

> લેખનકાયૅ કરાવજો જેથી અક્ષરો સુધરે.

> વાતાૅ ના પુસ્તકો વંચાવજો જેથી જ્ઞાન મા વધારો થાય.

> વેકેશન દરમિયાન શાળા માં મળવાનો સમય 08 થી 11