સ્વણિૅમ ભારતના સ્વપ્નદષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં યોગ દ્વારા આખા વિશ્વને એક મંચ પર લાવવા નો પ્રયાસ છે... 21મી જુન એટલે "યોગ દિવસ" યોગ ભગાવે રોગ દ્વારા યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર, વિચાર અને કિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે.
દેવ વિધામંદિર દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે હાજરી આપી બાળકો ને યોગનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા બાળકો ને યોગ કરાવવામાં આવ્યા હતા. જેમાં વિધાર્થી ભાઈ બહેનો, શિક્ષક મિત્રો, વાલીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળાના ઉપાચાયૅ જયેશભાઇ પંડયા એ કાયૅકમ ને સફળ બનાવવા બદલ આભાર માની રાષ્ટ્રીય ગીત બોલી છુટા પડયા હતા.